2 કરિંથીઓને 4 : 1 (GUV)
તેથી અમારા પર દયા થઈ તે પ્રમાણે, અમને આ ધર્મસેવા [સોંપેલી] હોવાથી, અમે નાહિંમત થતા નથી.
2 કરિંથીઓને 4 : 2 (GUV)
પણ શરમભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાત [પ્રગટ કરવા] માં ઠગાઈ કરતા નથી. પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિષે સર્વ માણસોનાં અંત:કરણમાં ખાતરી કરી આપીએ છીએ.
2 કરિંથીઓને 4 : 3 (GUV)
પણ જો અમારી સુવાર્તા ઢંકાયેલી હોય, તો તે નાશ પામનારાઓને માટે ઢંકાયેલી છે.
2 કરિંથીઓને 4 : 4 (GUV)
તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય [તેઓ પર] ન થાય.
2 કરિંથીઓને 4 : 5 (GUV)
કેમ કે અમે [ઉપદેશ કરતાં] પોતાને પ્રગટ કરતા નથી, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ, એવું [અમે પ્રગટ કરીએ છીએ.]
2 કરિંથીઓને 4 : 6 (GUV)
કેમ કે જે ઈશ્વરે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેમણે આપણાં હ્રદયમાં પ્રકાશ પાડ્યો છે કે, જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.
2 કરિંથીઓને 4 : 7 (GUV)
પણ અમારી પાસે આ ખજાનો માટીનાં પાત્રોમાં રહેલો છે કે, જેથી પરાક્રમની અધિકતા ઈશ્વરથી છે અને અમારામાંથી નથી [એ જાણવામાં આવે].
2 કરિંથીઓને 4 : 8 (GUV)
ચોતરફથી [અમારા પર] દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી. ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી.
2 કરિંથીઓને 4 : 9 (GUV)
સતાવણી પામ્યા છતાં તજાયેલાં નથી. નીચે પટકાયેલા છતાં નાશ પામેલાં નથી.
2 કરિંથીઓને 4 : 10 (GUV)
[અમારા] શરીરમાં ઈસુનું મરણ સદા ઊંચકીને ફરીએ છીએ, જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે.
2 કરિંથીઓને 4 : 11 (GUV)
કેમ કે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ, જેથી ઈસુના જીવનને પણ અમારા મર્ત્યદેહમાં પ્રગટ કરવામાં આવે.
2 કરિંથીઓને 4 : 12 (GUV)
તેથી અમારામાં મરણ અસર કરે છે, પણ તમારામાં જીવન અસર કરે છે.
2 કરિંથીઓને 4 : 13 (GUV)
પણ અમારામાં એ ને એ જ વિશ્વાસનો આત્મા હોવાથી (“મને વિશ્વાસ હતો માટે હું બોલ્યો” એ લેખ પ્રમાણે) અમને પણ વિશ્વાસ છે, અને તેથી અમે બોલીએ છીએ;
2 કરિંથીઓને 4 : 14 (GUV)
અને એવું જાણીએ છીએ કે જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યા, તે અમને પણ ઈસુની સાથે ઉઠાડશે, અને તમારી સાથે અમને રજૂ કરશે.
2 કરિંથીઓને 4 : 15 (GUV)
કેમ કે સઘળાં વાનાં તમારે માટે છે, જેથી ઘણાની મારફતે જે કૃપા પુષ્કળ થઈ, તે ઈશ્વરના મહિમાને અર્થે વિશેષ આભારસ્તુતિ કરાવે.
2 કરિંથીઓને 4 : 16 (GUV)
એ કારણથી અમે નાહિંમત થતા નથી; પણ જોકે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે, તોપણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે.
2 કરિંથીઓને 4 : 17 (GUV)
કેમ કે અમારી થોડીક તથા ક્ષણિક વિપત્તિ અમારે માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્‍ન કરે છે;
2 કરિંથીઓને 4 : 18 (GUV)
કેમ કે જે વસ્તુઓ દશ્ય છે તેમના પર નજર ન રાખતાં જે અદશ્ય છે તેમના પર અમે લક્ષ રાખીએ છીએ; કેમ કે જે દશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદશ્ય છે તે સદાકાલિક છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: